DOWNLOAD NEW SKIN
Layout mode
Predefined Skins
Custom Colors
Choose your skin color
Patterns Background
Images Background
Call us at 02772-245124, 9023727207, 02772-240464

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

તારીખ: ૦૧/૦૫/૨૦૧૫ થી "The Sabarkantha District Central Co-operative Bank" દ્વારા અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) શરુ કરવામાં આવેલ છે. આ વિવિધ યોજનાઓના મહત્વનાં મુદ્દા ની વધુ માહિતી માટે નીચે આપેલ સરકારી યોજના પર ક્લિક કરો અથવા અમારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો.

અટલ પેન્શન યોજના (APY) "Minimum Investment, Maximum Benefits During Old Age"

  • ભારત સરકાર દ્વારા અટલ પેન્શન યોજના (APY) તરીકે ઓળખાતી નવી યોજના જાહેર કરવામાં આવી છે. APY ખાતરી પેન્શન યોજના છે અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે.
  • આ યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછી વય ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૪૦ વર્ષ રહેશે.
  • બેંકમાં બચતખાતુ ધરાવનાર વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળી શકશે. અથવા બચતખાતુ ન હોય તો નવીન બચતખાતુ ખોલાવીને આ યોજનાનો લાભ મેળવી શકાશે.
  • વૃદ્ધવસ્થા દરમ્યાન આવકની સલામતી.
  • ૬૦ વર્ષની ઉંમરથી રૂ. ૧૦૦૦/- થી રૂ. ૫૦૦૦/- સુધીનું જ માસિક પેન્શન.
  • સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ સમય માટેનું રોકાણ આ યોજનાનો હેતુ છે.
  • આ યોજનાનો વહીવટ "પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) ભારત સરકાર દ્વારા કરાશે.
  • ફાળાનું સ્તર વ્યક્તિની ઉંમર સાથે સંકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિને ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.
  • આ યોજના રોકાણ માટે પ્રોત્સાહન આપવા તા. ૩૧/૧૨/૨૦૧૫ પહેલા નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા ખાતેદારને દર વર્ષે મહત્તમ રૂ. ૧૦૦૦/- ની મર્યાદામાં અથવા વર્ષ દરમ્યાનના કુલ ફાળાના ૫૦% બે માંથી જે ઓછું હશે તે PFRDA મારફતે સબસીડી રૂપે જમા કરવામાં આવશે (૨૦૧૫-૨૦૧૬ થી ૨૦૧૯-૨૦૨૦ સુધી)
  • આયકર ચુકવતા ખાતેદારો તેમજ કોઈપણ પેન્શન યોજનામાં જોડાયેલ ખાતેદાર આ યોજનામાં જોડાઈ શકશે પરંતુ ઉપરના મુદ્દા પ્રમાણે સબસીડીનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
  • અટલ પેન્શન યોજના ફોર્મ (Download APY FORM)
  • અટલ પેન્શન યોજના - ડેથ ફોર્મ (Download)
  • અટલ પેન્શન યોજના - અપગ્રેડ / ડાઉનગ્રેડ પેંશન ફોર્મ (Download)
  • અટલ પેન્શન યોજના - વોલન્ટરી એક્ઝીટ ફોર્મ (Download)


મળવાપાત્ર પેન્શન

Age of Entry Years of Contribution Monthly Pension of Rs. 1000 Coupus to Nominee Approx. Rs. 1.7 Lac Monthly Pension of Rs. 2000 Coupus to Nominee Approx. Rs. 3.4 Lac Monthly Pension of Rs. 3000 Coupus to Nominee Approx. Rs. 5.1 Lac Monthly Pension of Rs. 4000 Coupus to Nominee Approx. Rs. 6.8 Lac Monthly Pension of Rs. 5000 Coupus to Nominee Approx. Rs. 8.5 Lac
18 42 42 84 126 168 210
19 41 46 92 138 183 228
20 40 50 100 150 198 248
21 39 54 108 162 215 269
22 38 59 117 177 234 292
23 37 64 127 192 254 318
24 36 70 139 208 277 346
25 35 76 151 226 301 376
26 34 82 164 246 327 409
27 33 90 178 268 356 446
28 32 97 194 292 388 485
29 31 106 212 318 423 529
30 30 116 231 347 462 577
31 29 126 252 379 504 630
32 28 138 276 414 551 689
33 27 151 302 453 602 752
34 26 165 330 495 659 824
35 25 181 362 543 722 902
36 24 198 396 594 792 990
37 23 218 436 654 870 1087
38 22 240 480 720 957 1196
39 21 264 528 792 1054 1318
40 20 291 582 873 1164 1454

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY):

  • લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LIC દ્વારા સંચાલિત યોજના છે.
  • ૧૮ થી 50 વર્ષ સુધીની વય મર્યાદા.
  • બેંકનાં વ્યક્તિગત બચત ખાતેદારોને આ લાભ મળશે.
  • રૂ. ૩૩૦/- નું વાર્ષિક પ્રીમીયમ ઓટો ડેબિટ
  • દર વર્ષે રીન્યુ થઇ શકે.
  • પ્રથમ વર્ષનો સમયગારો ૦૧/૦૬/૨૦૧૫ થી ૩૧/૦૫/૨૦૧૫૬ સુધી.
  • ફક્ત એકજ બેંકમાં એનરોલમેન્ટ થઇ શકશે.
  • વીમા ધારકને રૂ. ૨/- લાખનો જીવન વીમો.
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ (Download PMJJBY FORM)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY):

  • ધી ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા સંચાલિત યોજના છે.
  • અકસ્માતથી મૃત્યુ કે ખોડ માટે રૂ. ૨/- લાખનો વીમો.
  • બેંકનાં વ્યક્તિગત બચત ખાતેદારોને આ લાભ મળશે.
  • રૂ. ૧૨/- નું વાર્ષિક પ્રીમીયમ ઓટો ડેબિટ અને દર વર્ષે રીન્યુ થઇ શકે.
  • ૧૮ થી ૭૦ વર્ષ સુધીની વય મર્યાદા.
  • પ્રથમ વર્ષનો સમયગારો ૦૧/૦૬/૨૦૧૫ થી ૩૧/૦૫/૨૦૧૫૬ સુધી.
  • ફક્ત એકજ બેંકમાં એનરોલમેન્ટ થઇ શકશે.
  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ (DownloaPMSBYBY FORM)

"આ યોજનાનો લાભ લેવા અમારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો."