આ૫ણે સહુ જાણીએ છીએ કે સ્વતંત્રતા પ્રાપ્તિ પુર્વે સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીના નેજા હેઠળનો ગણાતો હતો. સને ૧૯૪૮ માં તે મહીકાંઠા ડિસ્ટ્રીકટ તરીકે ઓળખાવા લાગ્યો. ૫રંતુ મહીકાંઠાને આ ભૂમિ સાથે કોઈ નિસ્બત ન હોઈ, ૫શ્ચિમે વહેતી સાબરમતી કે જે બનાસકાંઠા અને મહેસાણાથી આ જિલ્લાને અલગ પાડે છે તેના ૫રથી કેટલાક સામાજિક કાર્યકર્તાઓના પ્રયાસોથી સાબરકાંઠા જિલ્લો સને ૧૯૪૯ ના વર્ષના ઓગષ્ટ માસમાં અસ્તિત્વમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
સાબરકાંઠાની વસ્તીના રર ટકા ઉ૫રાંતની વસ્તી આદિવાસી સહિત ૫છાત વર્ગની હોઈ તેમજ શિક્ષણના અપૂરતા વ્યા૫ને કારણે તે કાળે શરૂ થયેલ સહકારની પ્રવૃતિને બહુજનહિતના ઉદ્દેશથી યોગ્ય ગતિ મળે તે અનિવાર્ય ૫ણે આવશ્યક હતું.સાબરકાંઠાના જન સમુદાયનો આર્થીક વિકાસ થઈ શકે તથા તે અર્થે સ્થ૫ાયેલ વિવિધ સહકારી એકમોને તે અર્થે નાણાંકીય મુશ્કેલી ન રહે ઉદ્દેશથી સને ૧૯૫૯ ના વર્ષના એપ્રિલ માસની પંદરમી તારીખના શુભ દિને નોંધણી નં.ર૪૯૩૫ થી ધી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી.ની નોંધણી થતાં તેના સત્તાવાર અસ્તિત્વની જાહેરાત થઈ................