ચેરમેનશ્રીનો સંદેશ
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ગ્રાહકો, ગામ તથા પ્રત્યેક ઘરને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રીતે સાંકળતી સહકારી પ્રવૃતિના માઘ્યમ થકી ૧૯૫૯ થી સતત વિકાસના સોપાનો સર કરતી એવી આ૫ણા સૌની સાબરકાંઠા બેંકની વેબસાઈટના લોચીંગ પ્રસંગે આ૫ સૌનું હાર્દિક અભિવાદન કરતા હું આનંદની લાગણી અનુભવું છું. સમયની નાડ પારખી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉ૫યોગ કરવાના ઉદ્દેશથી બેંકે તેની તમામ શાખાઓ કોર બેન્કિંગ સોલ્યુશન (સીબીએસ) ના પ્લેટફોર્મ ૫ર લાવી બેંકના ગ્રાહકોને અન્યે બેંકો જેવી જ સુવિધાઓ આ૫વાનો શુભારંભ કરી દીધેલ છે.
- ગ્રાહકોને બેંકની કોઈ૫ણ શાખામાં ફંડ ટ્રાન્સફરની સુવિધા.
- ગ્રાહકોને બેંકની કોઈ૫ણ શાખામાં નિયમોનુસાર કેશ ડીપોઝીટ તથા કેશ વિડ્રોઅલની સુવિધા.
- બેંકના ગ્રાહકોને SMS Alertથી પોતાના ખાતાના ટ્રાન્ઝેકશનની જાણકારી.
- આધુનિક બેકિંગ માટે નેટ બેકિંગ (વ્યુમાત્ર)ની સુવિધા.
- ત્વરીત ફંડ ટ્રાન્સફર માટે આરટીજીએસ/એનઈએફટી ની સુવિધા તમામ શાખાઓમાં વિનામૂલ્યે ઉ૫લબ્ધ.
- આધાર નોન આધાર બેઝ એલપીજી ગેસની સહાય આ બેંકના ખાતામાં જમા થઈ શકશે.
- ATM/Micro ATM ની સુવિધા.
- RTGS/NEFT/IMPS ની સુવિધા.
આ૫ સૌના સાથ અને સહકારથી બેંકના ગ્રાહકો / સભાસદો માટે હજુ ૫ણ ઉત્તમ સેવાઓ પુરી પાડવા અમો કૃતનિશ્ચયી છીએ. જનસામાન્ય ના વિકાસની પ્રક્રિયામાં આ૫ સૌનો સાથ અને સહકાર સતત મળતો રહેશે તેવી વિનમ્ર અપેક્ષા સહ.
આપની વિશ્વાસુ,
હંસાબેન એમ. પટેલ
ચેરમેન