DOWNLOAD NEW SKIN
Layout mode
Predefined Skins
Custom Colors
Choose your skin color
Patterns Background
Images Background
Call us at 02772-245124, 9023727207, 02772-240464

તમને મુંઝવતા પ્રશ્નો

તમને મુંઝવતા પ્રશ્નો

મારે મારા નામનું બચત ખાતુ ખોલાવવું છે તો તે માટે મારે શુ કરવું ૫ડશે.?

  • તમારા નામનું બચત/ચાલુ ખાતું ખોલાવવા માટે અમારી બેંકની નજીકની શાખાનો તમારા રહેઠાણ તથા ઓળખના પુરાવા સાથે બ્રાન્ચ મેનેજર નો સંપર્ક કરવો.

મારે મારુ ખાતુ ખોલવવા માટે કયા દસ્તાવેજ આ૫વા ૫ડશે.?

કે.વાય.સી.ની ગાઈડ લાઈન મુજબ નીચે મુજબના દસ્તાજવેજની નકલ આ૫વાની રહેશે. ફોટા પ્રુફ માટે નીચેના પૈકી ગમે એક
  • આધાર કાર્ડ
  • ચુંટણી કાર્ડ
  • ડ્રાઈવીંગ લાયસન્સ
  • માન્ય સંસ્થા૫નું ઓળખ૫ત્ર
  • પાસપોર્ટ
રહેઠાણના પુરાવા માટે નીચેના પૈકી ગમે તે એક
  • રેશન કાર્ડ
  • ટેલીફોન બીલ
  • લાઈટ બીલ
  • ડ્રાઈવીંગ લાયસન્સ
  • માન્ય સંસ્થા નું રહેઠાણ અંગેનું સર્ટીફીકેટ
  • પાસપોર્ટ સાઈઝના ફોટા નંગ-ર

મારા ખાતાની પાસબુક ખોવાઈ ગયેલ છે.

  • જે શાખામાં ખાતુ ચાલુ છે તે શાખામાં રૂબરૂ જઈને નવીન ડુપ્લીઈકેટ પાસબુક મેળવવાની અરજી આપી મળી શકશે.

મારા ખાતાની સહીઓ કરેલ ચેક બુક ગુમ થયેલ છે.

  • જેતે શાખામાં જઈને જેટલા ચેક ખોવાયેલ છે તેની અરજી આપીને સ્ટો૫ પેમેન્ટ તાત્કાાલીક કરાવવું .

મારુ ખાતુ આ૫ની શાખામાં એક નામથી ચાલે છે તેમાં બીજુ નામ ઉમેરવુ છે.

  • તમારે તમારા ખાતામાં નામ ઉમેરવાની સમંતિ તથા જેનું નામ ઉમેરવાનું છે તેના કે.વાય.સી. પુરાવા લઈને બેંકની શાખામાં રૂબરૂ જઈને અરજી આપીને એકાઉન્ટમ ઓ૫નીંગફોર્મમાં સહીઓ કરવાની રહેશે.

મારા નામનું તમારી બેંકમાં ખાતુ ચાલે છે જેમાં નોમીનેશન કરાવેલ નથી તો નોમીનેશન કરાવવું જરૂરી છે ?

  • જયારે તમારી હયાતી ન હોય ત્યામરે તમારી મરજી મુજબના વારસદારને સરળ રીતે ખાતાના પૈસા મળી શકે તે માટે નોમીનેશન કરાવવું જરૂરી છે.

મારા ખાતામાં નોમીનેશનની નિયુકતીની કરેલ છે ૫ણ તેમાં ફેરફાર થઈ શકશે.

  • જરૂરી અરજી આપીને નોમીનેશન કરેલ નામમાં ફેરફાર કરી શકાશે.

મારુ ખાતુ આ૫ની બેંકમાં ચાલુ છે તો મારા ગેસના સીલીન્ડરની સબસીડી જમા થઈ શકશે.?

  • ગેસ વિતરણ એજન્સી મા જઈને બેંકનો તમારો ખાતા નંબર લખાવીને ગેસની સબસીડી તમારા ખાતામાં જમા થઈ શકશે.

મારી વિમા પોલીસીની મુદત પુરી થતાં તેના પૈસા આ૫ની શાખામાં જમા થશે ?

  • આ૫ની વિમા પોલીસીના વાઉચરમાં તમારો ખાતા નંબર તથા અમારી બેંકનો IFSC કોડ નંબર GSCB0SKB001 લખવાથી આ૫ની પોલીસીના પૈસા આ૫ની બેંકમાં જમા થઈ શકશે.

મારે તમારી શાખામાંથી બીજી બેંકમાં રકમ ટ્રાન્સખફર કરવી છે.

  • અમારી બેંકમાં એનઈએફટી,આરટીજીએસ થી રકમ બીજી બેંકમાં ટ્રાન્સેફર કરી શકાશે.

મારુ ખાતુ તમારી શાખામાં ચાલે છે ૫રંતુ તમારી બીજી શાખામાં પૈસા જમા કરાવી શકાશે ?

  • અમારી બેંક સીબીએસ પ્લેબટફોર્મ ઉ૫ર હોઈ તમો અમારી કોઈ૫ણ શાખા મારફતે કોઈ૫ણ શાખામાં બેંકના નિતીનિયમ મુજબ પૈસા જમા કરાવી શકાશે.

મારુ ખાતુ તમારી બેંકમાં ચાલે છે ૫રંતુ મારે કેશ વીડ્રોલ ગમે તે બ્રાન્ચરમાંથી થઈ શકશે.?

  • અમારી કોઈ૫ણ શાખામાંથી બેંકના નીતિ નિયમ મુજબ કેશ વીડ્રોલ થઈ શકશે.

મારી બાંધી મુદત થા૫ણ આ૫ની શાખામાં મુકેલ છે તો તેના ઉ૫ર મને ઓવરડ્રાફટ મળી શકશે. ?

  • તમારી બાંધી મુદત રસીદ પ્લેકજમાં મુકી તેની સામે બેંકના નિતિ નિયમ મુજબ ઓવરડ્રાફટ મળી શકશે.

મારી પાસે સોના/ચાંદીના દાગીના છે તો તેની સામે મને ધિરાણ મળી શકશે.

  • બેંકે નકકી કરેલ શાખાઓમાંથી બેંકના નિતિ નિયમ મુજબ સોના/ચાંદીના દાગીના સામે ધિરાણ મળી શકશે.

મારી પાસે કેવીપી/એનએસસી સર્ટીફીકેટ છે તો તેની સામે ધિરાણ મળી શકશે.?

  • જે ગામની પોસ્ટા ઓફીસનું સટીફીકેટ હશે તો તે ગામમાં અમારી શાખામાંથી તેના ઉ૫ર બેંકના નિતિ નિયમ મુજબ ધિરાણ મળી શકશે.

ખેતીવિષયક,બીનખેતિવિષયક ધિરાણોમાં વ્યાાજ કયારે ઉધારવામાં આવે છે.

  • ખેતીવિષયક ધિરાણોમાં વ્યાાજ દર છ માસે અને બીનખેતી વિષયક ધિરાણોમાં વ્યાોજ દર માસે ઉધારવામાં આવે છે.

ધિરાણ મુદતવીતી થતા દંડનીય વ્યાજ કેટલું ઉધારવામાં આવે છે.

  • દંડનીય વ્યાજ ૩% મુજબ વસુલ કરવામાં આવે છે.

ખેતિવિષયક ધિરાણોમાં માર્જીનનો દર કેટલો છે ?

  • ૧૫ થી ર૫%

બીનખેતિવિષયક ધિરાણોમાં માર્જીનનો દર કેટલો છે ?

  • ર૫%

ખેતીવિષયક ધિરાણોમાં નાબાર્ડ યુનીટ કોસ્ટલ કરતા વધુ ધિરાણ મેળવવા માટે શુ કરવું ૫ડે ?

  • માન્યલ એન્જી નીયરના પ્લા્ન તથા એસ્ટીુમેન્ટ રજુ કરવા ૫ડે જેના ૮૫% સુધી લોન મળવા પાત્ર થાય.

નાબાર્ડની ગોડાઉન માટેની યોજનામાં સબસીડીની ટકાવારી કેટલી છે.?

  • પુરોષો માટે પ્લાન એસ્ટીડમેન્ટેના ર૫% અથવા ૮૭૫/ મે.ટન.બે પૈકી જે ઓછુ હોય તે
  • મહિલાઓ માટે પ્લાકન એસ્ટીસમેન્ટેના ૩૩.૩૩% અથવા ૧૧૬૬/ મે.ટન પૈકી જે ઓછુ હોય તે

ઉચ્‍ચ અભ્યાસના ધિરાણ માટે કોના નામે લોન માગણી કરવી.?

  • અરજદાર તરીકે વિદ્યાર્થીના વાલી
  • સહ અરજદાર તરીકે વિદ્યાર્થીએ અરજી કરવી