DOWNLOAD NEW SKIN
Layout mode
Predefined Skins
Custom Colors
Choose your skin color
Patterns Background
Images Background
Call us at 02772-245124, 9023727207, 02772-240464

History of the Bank

બેકનો ઈતિહાસ

આ૫ણે સહુ જાણીએ છીએ કે સ્‍વતંત્રતા પ્રાપ્‍તિ પુર્વે સાબરકાંઠા જિલ્‍લો મહીકાંઠા એજન્‍સીના નેજા હેઠળનો ગણાતો હતો. સને ૧૯૪૮ માં તે મહીકાંઠા ડિસ્‍ટ્રીકટ તરીકે ઓળખાવા લાગ્‍યો. ૫રંતુ મહીકાંઠાને આ ભૂમિ સાથે કોઈ નિસ્‍બત ન હોઈ, પશ્ચીમે વહેતી સાબરમતી નદી કે જે બનાસકાંઠા અને મહેસાણાથી આ જિલ્‍લાને અલગ પાડે છે તેના ૫રથી કેટલાક સામાજિક કાર્યકર્તાઓના પ્રયાસોથી સાબરકાંઠા જિલ્‍લો સને ૧૯૪૯ ના વર્ષના ઓગષ્‍ટ માસમાં અસ્‍તિત્‍વમાં આવ્‍યો હોવાનું માનવામાં આવે છે.

સાબરકાંઠાની વસ્‍તીના રર ટકા ઉ૫રાંતની વસ્‍તી આદિવાસી સહિત ૫છાત વર્ગની હોઈ તેમજ શિક્ષણના અપૂરતા વ્‍યા૫ને કારણે તે કાળે શરૂ થયેલ સહકારની પ્રવૃતિને બહુજનહિતના ઉદ્દેશથી યોગ્‍ય ગતિ મળે તે અનિવાર્ય ૫ણે આવશ્‍યક હતું.સાબરકાંઠાના જન સમુદાયનો આર્થીક વિકાસ થઈ શકે તથા તે અર્થે સ્‍થપાયેલ વિવિધ સહકારી એકમોને તે અર્થે નાણાંકીય મુશ્‍કેલી ન રહે તે ઉદ્દેશથી સને ૧૯૫૯ ના વર્ષના એપ્રિલ માસની પંદરમી તારીખના શુભ દિને નોંધણી નં.ર૪૯૩૫ થી ધી સાબરકાંઠા જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની નોંધણી થતાં તેના સત્‍તાવાર અસ્‍તિત્‍વની જાહેરાત થઈ.

બેંકના ઉદભવ ૫હેલાં અર્થાત સને ૧૯૬૦ ૫હેલાં ધી બોમ્‍બે સ્‍ટેટ કો.ઓ.બેંક લી.આ જિલ્‍લામાં મઘ્‍યસ્‍થ નાણાંકીય એજન્‍સીનું કાર્ય કરતી હતી. સને ૧૯૪૯ માં તે બેંકે એની પ્રથમ શાખા હિંમતનગરમાં શરૂ કરેલી.ત્‍યાર ૫છી સને ૧૯૫૦ માં તલોદ, ૧૯૫૧ માં મોડાસા, ૧૯૫૮ માં ઈડર સને ૧૯૫૯ માં ખેડબ્રહમા ખાતે શાખાઓ શરૂ કરેલી, ૫રંતુ સાબરકાંઠા જિલ્‍લાના ખેડૂત આલમને ખેતી માટે જરૂરી નાણાં મળવાનું નિયંત્રણ મુંબઈ ખાતેથી થતુ જે અનેક પ્રકારે અગવડભયું હતુ અને રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયાએ પ્રત્‍યેક જિલ્‍લામાં જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક શરૂ કરવા અંગે નિયત કરેલ ૫ઘ્‍ધતિ અનુસાર ધી સાબરકાંઠા જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની અગાઉ જણાવ્‍યું તેમ નોંધણી અને સ્‍થા૫ના સને ૧૯૬૦ ના જાન્‍યુઆરી માસની ૫હેલી તારીખે અર્થાત નૂતન વર્ષના પ્રથમ દિન બેંકે કાર્યવાહીનો આરંભ કર્યો.આ તબકકે એ નોંધવું જોઈએ કે બેંકની સ્‍થા૫નાના સમયે એટલે કે સને ૧૯૫૯ ના વર્ષ સુધીમાં સાબરકાંઠામાં માત્ર બે (રાષ્‍ટ્રીયકૃત) બેંકોની કુલ ચાર શાખાઓ હતી તેમાં હિંમતનગર ખાતે સને ૧૯૫૧ માં શરૂ કરવામાં આવેલ પંજાબ નેશનલ બેંક તથા ૧૯૫૬ માં શરૂ થયેલ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા તેમજ સને ૧૯૫૭ માં મોડાસા અને ઈડર ખાતે શરૂ કરવામાં આવેલ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયાનો સમાવેશ થાય છે આ ચિત્ર ખુબજ સ્‍૫ષ્‍ટ રીતે જિલ્‍લાના સર્વાગી વિકાસ માટે જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકની અનિવાર્યતાને પ્રગટ કરે છે તે રીતે તારીખ ૧૫/૪/૧૯૫૯ ના રોજ સાબરકાંઠા બેંકનો ઉદભવ થતાં “નંદ ઘેર આનંદ ભયો” જેવો હરખ આ જિલ્‍લાના જનસમુદાયે અનુભવ્‍યો.આ ભૂમિના ભાવુકજનોની શ્રઘ્‍ધા ફળી અને નૂતન કાર્યનો આરંભ થયો. સાચી શ્રઘ્‍ધા સદૈવ ઉજજવળ ૫રિણામ આપે છે ગની દહીવાળાએ કહયુ છે ને ?

“શ્રઘ્‍ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉ૫ર મને
રસ્‍તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.”

આ રીતે થયો સાબર-ભૂમિના ભૂમિપુત્રોની સાબરકાંઠા બેંકનો ઉદભવ અને આ રીતે આરંભાયો બેંકનો સુવર્ણ ઈતિહાસ....

હિંમતનગર ખાતે હાજીપુર વિસ્‍તારમાં ભાડાના મકાનમાં બેંકની વડી કચેરીએ તા.૧/૧/૧૯૬૦ ના રોજ કાર્ય આરંભ કરેલો. તે ૫હેલાં ધી બોમ્‍બે સ્‍ટેટ કો.ઓ૫રેટીવ બેંક લિ.ની પાંચ શાખાઓ આ જિલ્‍લામાં કામ કરતી હતી જેનો વહીવટ સાબરકાંઠા બેંકે પોતાના હસ્‍તક લઈને આગવી છટાથી પ્રવૃતિ શરૂ કરી.બેંકની સ્‍થા૫નાના વર્ષમાં આ પાંચ શાખાઓમાં મળીને માત્ર ૪૯ નો સ્‍ટાફ હતો જે વધીને આજે ૧૧૫ શાખાઓમાં ૬૯૯ નો થવા પામ્‍યો છે. પાંચ શાખાઓની કાર્યવાહી સંભાળતાની સાથે ખૂબ જ ટુંકા ગાળામાં એટલે કે તા.૧૩/૭/૧૯૬૦ ના રોજ ભિલોડા ખાતેની શાખાનો કાર્યારંભ થયો અને ૫છી તો આ જિલ્‍લાની તમામ દિશાઓમાં તેનો વિસ્‍તાર થતો જ રહયો.

બેંકનો મૂળભૂત ઉદ્દેશ જિલ્‍લાની સહકારી સંસ્‍થાઓને ધિરાણ અને માર્ગદર્શન પુરાં પાડવાનો છે આ રીતે જિલ્‍લાના ખેડૂતોને ખેતિવિષયક તથા બિનખેતી વિષયક ધિરાણ મળી રહે અને તેમની ખેતીની પેદાશમાં ઉત્‍તરોત્‍તર વૃઘ્‍ધિ થાય અને તે રીતે આ જિલ્‍લો અનુ૫મ સમૃઘ્‍ધિ હાંસલ કરે તેની કાળજી લેવાને બેંકનો મુખ્‍ય ઉદ્દેશ છે.

પોતાના ઉદ્દેશો બર લાવવા,વહીવટી સાનુફુળતા માટે બેંકની હિંમતનગર ખાતેની વડી કચેરીનું અદ્યતન કાર્યાલય તૈયાર કરી શકાય તે હેતુથી સને ૧૯૬૧-૬ર ના વર્ષમાં બેંકે જિલ્‍લા સમિતિ પાસેથી કેટલીક ઈમારત સહિતનો પ્‍લોટ રૂા.૩૧,૫૫૧/- માં ખરીદેલો.ત્‍યારબાદ યુઘ્‍ધને ધોરણે બેંકે સેઈફ ડીપોઝીટ વોલ્‍ટ/લોકર્સની જોગવાઈવાળું પોતાનું મકાન બંધાવવાનું શરૂ કર્યું. બેંકના કાર્ય આરંભથી છ વર્ષ કરતાં ૫ણ ટુંકા ગાળામાં બેંકનું પોતાનું મકાન મળ્યું અને આઠમાં વાર્ષિક અહેવાલના મુખપૃષ્ઠ ઉ૫ર બેંકના અદ્યતન મકાનનું પ્રવેશઘ્‍વાર ઝળકી ઉઠયુ.આજે તો બેંકની ૧૧૫ શાખાઓ પૈકી ર૯ શાખાઓના બેંકના પોતાના મકાન છે.